પ્રશ્ન સામે પ્રશ્ન મૂક્યો ‘ને કથા આરંભ થઇ
અર્થ, ફણગા જેમ ફૂટ્યો ‘ને કથા આરંભ થઇ
બંધ ઘરની ભીંત જેવો એક માણસ, આખરે
દ્વાર ખૂલે એમ ખૂલ્યો ‘ને કથા આરંભ થઇ
કાંકરીચાળો કરી ગઈ એક વીતી ક્ષણ, પછી
સંસ્મરણનો કાચ તૂટ્યો ‘ને કથા આરંભ થઇ
રાતઆખી ચાંદની પીધા પછીનો કેફ લઇ
સૂર્ય સાંગોપાંગ ઉગ્યો ‘ને કથા આરંભ થઇ
થઈ નિમાણાં કંટકોએ, પુષ્પને નતમસ્તકે
લાગણીનોં અર્થ પૂછ્યો ‘ને કથા આરંભ થઇ
રોજ ખાંપો આવતો ગ્યો લાગણીનાં પોત પર
એકધારો સ્નેહ ખૂટ્યો ‘ને કથા આરંભ થઇ
કોઇ ટોળામાં ભળ્યું, તો કોઇમાં ટોળું ભળ્યુંછેવટે,
માણસ વછૂટ્યો ‘ને કથા આરંભ થઇ !
છંદવિધાનઃ
રમલ ૨૬ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
ડૉ.મહેશ રાવલ
Thursday, November 18, 2010
સંબંધની ખાતાવહી
કે’વાય ઘર, પણ ઘર નથી બસ એટલું
દિવસો જ છે, અવસર નથી બસ એટલું
ઈચ્છા અપેક્ષા લાગણી સંબંધ ખુદ
શેનું ય કંઇ વળતર નથી,બસ એટલું
છે આમ તો જાહોજલાલી બહુ
છતાંમાણસપણું સધ્ધર નથી,બસ એટલું !
શું ખોલવી ખાતાવહી સંબંધની ?
એમાં કશું સરભર નથી,બસ એટલું
મુશ્કેલ છે મળવું કશા કારણવગર
‘ને કારણો પગભર નથી,બસ એટલું !
વકરી રહ્યો છે સ્વાર્થનો લૂણો બધે
ભીંતો હવે નક્કર નથી,બસ એટલું
છે સામ્ય કેવળ એટલું અહીં સર્વમાં
મન કોઇનાં મનહર નથી,બસ એટલું !
છંદવિધાનઃગાગાલગા ગાગાલગા ગાગાલગા
ડૉ.મહેશ રાવલ
દિવસો જ છે, અવસર નથી બસ એટલું
ઈચ્છા અપેક્ષા લાગણી સંબંધ ખુદ
શેનું ય કંઇ વળતર નથી,બસ એટલું
છે આમ તો જાહોજલાલી બહુ
છતાંમાણસપણું સધ્ધર નથી,બસ એટલું !
શું ખોલવી ખાતાવહી સંબંધની ?
એમાં કશું સરભર નથી,બસ એટલું
મુશ્કેલ છે મળવું કશા કારણવગર
‘ને કારણો પગભર નથી,બસ એટલું !
વકરી રહ્યો છે સ્વાર્થનો લૂણો બધે
ભીંતો હવે નક્કર નથી,બસ એટલું
છે સામ્ય કેવળ એટલું અહીં સર્વમાં
મન કોઇનાં મનહર નથી,બસ એટલું !
છંદવિધાનઃગાગાલગા ગાગાલગા ગાગાલગા
ડૉ.મહેશ રાવલ
લાગણી
લાગણી, સંબંધનો આધાર છે
એ બિચારીને બધું સ્વીકાર છે
છે સ્વભાવે મૂળથી શંકાળવી
એટલે તો સાંકડો વહેવાર છે !
આમ તો બહુ પક્ષપાતી છે વલણ
બસ,પ્રસંગોપાત અનરાધાર છે !
કંઇજ બીજું હોય કે ન હોય,
પણઆંસુ એનાં ભાગ્યમાં ચોધાર છે
કેટલાં છે હસ્તગત એને કસબ
એ વિષય,સહુની સમજની બહાર છે
મૌન રહીને પણ ઘણું બોલી શકે
લાગણી તો શબ્દની પણ પાર છે
જો ઢળી, તો બસ પછી ઢળતી જશે
ઢાળ પણ એનાં તબક્કાવાર છે !
ક્યાંક તૂટે ક્યાંક એ સંધાય છે
કાલમાફક આજ પણ લાચાર છે
ડૉ.મહેશ રાવલ
એ બિચારીને બધું સ્વીકાર છે
છે સ્વભાવે મૂળથી શંકાળવી
એટલે તો સાંકડો વહેવાર છે !
આમ તો બહુ પક્ષપાતી છે વલણ
બસ,પ્રસંગોપાત અનરાધાર છે !
કંઇજ બીજું હોય કે ન હોય,
પણઆંસુ એનાં ભાગ્યમાં ચોધાર છે
કેટલાં છે હસ્તગત એને કસબ
એ વિષય,સહુની સમજની બહાર છે
મૌન રહીને પણ ઘણું બોલી શકે
લાગણી તો શબ્દની પણ પાર છે
જો ઢળી, તો બસ પછી ઢળતી જશે
ઢાળ પણ એનાં તબક્કાવાર છે !
ક્યાંક તૂટે ક્યાંક એ સંધાય છે
કાલમાફક આજ પણ લાચાર છે
ડૉ.મહેશ રાવલ
Wednesday, November 10, 2010
આંખોને પણ ક્યારેક પાંપણનો ભાર લાગે છે..!
આંખોને પણ ક્યારેક પાંપણનો ભાર લાગે છે..!
ભેગા બેઠા છતાં અટૂલો સંસાર લાગે છે..!
નામ પણ મારું ક્યાં શોધવું..?
ભાષાના પણ અહીં ઘણા પ્રકાર લાગે છે..!
સવારનો પડછાયો પણ ક્યાં ઓળખાય છે સાંજે..?
એને પણ સમયનો આકાર લાગે છે..!
સંતાકુકડી રમતા રમતા થાકી ગયો છે ચાંદો હવે,
રમત બદલવાનો પણ એને હવે વિચાર લાગે છે..!
ને હું તો ક્યારનો બેઠો છું મૂંગો હૈયું દબાવી,
પણ એને મારા રુદન નો એ પ્રચાર લાગે છે..!
કાંટાઓ પર પણ તો હોય છે ફૂલો ઘણા,
પણ એને ક્યાં એ શણગાર લાગે છે..?
ને કોણ કહેશે કે શું કરું આ “કાલ” નું..?
એને પણ “આજ”માં જીવવામાં થોડો સાર લાગે છે..
લે..! ને આ મોત તો સામે આવીને ઊભું..!
અને ક્યાં જીવનની દરકાર લાગે છે..?
ને આમ ક્યાં સુધી હાથ ફેલાવું તારી સામે..?
ખુદાને પણ પરિસ્થિતિ નો હવે ચિતાર લાગે છે..
-ઝેનિથ
ભેગા બેઠા છતાં અટૂલો સંસાર લાગે છે..!
નામ પણ મારું ક્યાં શોધવું..?
ભાષાના પણ અહીં ઘણા પ્રકાર લાગે છે..!
સવારનો પડછાયો પણ ક્યાં ઓળખાય છે સાંજે..?
એને પણ સમયનો આકાર લાગે છે..!
સંતાકુકડી રમતા રમતા થાકી ગયો છે ચાંદો હવે,
રમત બદલવાનો પણ એને હવે વિચાર લાગે છે..!
ને હું તો ક્યારનો બેઠો છું મૂંગો હૈયું દબાવી,
પણ એને મારા રુદન નો એ પ્રચાર લાગે છે..!
કાંટાઓ પર પણ તો હોય છે ફૂલો ઘણા,
પણ એને ક્યાં એ શણગાર લાગે છે..?
ને કોણ કહેશે કે શું કરું આ “કાલ” નું..?
એને પણ “આજ”માં જીવવામાં થોડો સાર લાગે છે..
લે..! ને આ મોત તો સામે આવીને ઊભું..!
અને ક્યાં જીવનની દરકાર લાગે છે..?
ને આમ ક્યાં સુધી હાથ ફેલાવું તારી સામે..?
ખુદાને પણ પરિસ્થિતિ નો હવે ચિતાર લાગે છે..
-ઝેનિથ
Saturday, July 24, 2010
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદએવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતોસાદ,
એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાઈ નહીં !
- ભગવતીકુમાર શર્મા
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતોસાદ,
એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાઈ નહીં !
- ભગવતીકુમાર શર્મા
Saturday, June 12, 2010
રિઝાવી લે તું મને
વીતી જતો સમય છું રિઝાવી લે તું મને
મહેમાન છું પળોનો નિભાવી લે તું મને.
મારા વિનાનું નામ તને પ્રાપ્ત કયાં થશે
ભૂતકાળ છું, ભવિષ્ય બનાવી લે તું મને
હું ક્યાં લગી ઊભો રહું દ્વારે ટકોરા દઈ,
યા હાથ દે, યા હાથ બતાવી લે તું મને
‘બ્રુટસ્’સમાન મિત્રોનો ઘેરાવ જોઈને,
દુશ્મનને કહી રહ્યો છું બચાવી લે તું મને.
એ શક્ય છે કે મારી પછી આંખ ના ખૂલે,
ખોળામાં માથું લઈને જગાવી લે તું મને.
જો અંત દુર્દશાનો નહો જિંદગી દુધી,
’અબ્બાસ’ની દુઆ છે ઉઠાવી લે તું મને
-ગુલામ અબ્બાસ’અબ્બાસ’
Posted in Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, કવન, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર Tags: નઝમ, ગઝલ, Gujarati Poetry, Gujarati Gazhal, Sher, શેર, કવિતા, Shero shayri, Gujarati Shayri, Gujarati Kavita, શાયરી, ગુજરાતી શાયરી, કાવ્ય, GulamAbbas
Monday, June 7, 2010
પ્રભુ પંચાયતમાં બાળક
હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.
તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?
આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.
આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?
મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?
રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?
બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?
- પ્રણવ પંડ્યા
તો તને આવીને મળાય પ્રભુ.
તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?
આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.
આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?
મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?
રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?
બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?
- પ્રણવ પંડ્યા
Subscribe to:
Posts (Atom)