Thursday, October 25, 2007

તારી ને મારી વાત


તારી ને મારી વાત શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત અર્થોમાં ક્યાં ચણાય છે
તારી ને મારી વાત છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસનચંચળ બનીને ન્હાય છે
તારી ને મારી વાત અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-એકાંતમાં પછડાય છે
તારી ને મારી વાતઆવી અતીતની આંગળી પકડીને આંખમાંઆંસુ મહીં ભીંજાય છે
તારી ને મારી વાત રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી, થઇ થઇ તરસ વિંઝાય છે
તારી ને મારી વાત. એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?આવે ને પાછી જય છે
તારી ને મારી વાત. રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !સપનાંનો ભાર થાય છે
તારી ને મારી વાત.....

ANONYMOUS

Thursday, October 11, 2007

પ્રેમ

પ્રેમ નો ભુતકાલ કોને વાંચ્યો છે.
ભવિષ્ય નો સમય કોને ભાખ્યો છે.
પ્રેમ નો સંબંધ એનો જ મજ્બુત રહ્યો છે.
જેને પ્રેમી ના આંસુ ના સ્વાદ ચાખ્યો છે.........

ANONYMOUS

શ્વાસ તમારા...

ઓળખાણ છે અમારિ નજરો તમારિ,
રુઆબ છે અમારો આ હસવુ તમારુ,
સાચવજો તમે તમારિ જાત ને....
કેમકે.......જીવ છે અમારો આ શ્વાસ તમારા......

ANONYMOUS

Saturday, September 8, 2007

મન થાય છે


પંખીપંખી બની ઊડવાનું મન થાય છે,ને વાદળો સાથે રમવાનું મન થાય છે,એક પછી એક ડાળીએ ફરતાં ફરતાં,બધાં પંખીઓ સાથે કલરવ કરવાનું મન થાય છે,સવાર પડતાં જંગલે ભટકતાં ભટકતાં,નાનાં-નાનાં ચણ શોધવાનું મન થાય છે,

ANONYMOUS

Friday, September 7, 2007

શોધું છુ.



ચાહે જે મને દિલથી,તેવી ચાહનાર શોધું છુ.વફાનો બદલો આપે વફાથી,તેવી વફાદાર શોધુ છુ.વિસ્વાસ નો બદલો આપે વિસ્વાસથી,તેવી વિસ્વાસુ શોધુ છુ.દોસ્તીનો બદલો આપે દોસ્તીથી તેવી દોસ્ત શોધુ છુ.દુખમાં જે આપે સાથ તેવી જિવનસાથી શોધુ છુ.જે સમજે દિલની વાત, તેવી દીલરુબા શોધુ છુ.ખીલવે જે આ જીવનને તેવી બહાર શોધુ છુ.

ANONYMOUS

Tuesday, September 4, 2007

ઈસુ એ પુછ્યુ..


દેવળનાએક ખૂણેમીણબતીને બળતી જોઇ! ઇસુએ પૂછ્યું,’ શું તને આમએકલું બળવું-પીગળવું ગમે છે?’મીણબતી બોલી,‘બળવા – પીગળવાનો આનંદ !ભલા તમે દેવતાઓ શું જાણો???’

"પ્રીતમ લખલાણી"

ગઝલ એટલે...

લાજ ના ભાવથી નમી તે ગઝલ,
જે પ્રથમ દ્રષ્ટેીએ ગમી તે ગઝલ,
એતો છે ચીજ સર્વ મોસમની નિત્ય લાગે જે મોસમી તે ગઝલ,
લીટી એકાદ સામ્ભળી 'ઘાયલ' હલબલી જાય આદમી તે ગઝલ,

-અમ્રુત 'ઘાયલ

Friday, August 24, 2007

લખ મને,

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

ANONYMOUS

ઉભો છું....

આંખોમાં એક અદ્મ્ય આશ લઈ ઉભો છું તું મળી જઈશ કદી, વિશ્વાસ લઈ ઉભો છું તું મારી થઈ ગઈ છતાં મારાથી દુર છે જાણે કે મધદરિયે હું, પ્યાસ લઈ ઉભો છું તારી યાદના આંસુઓ ઘુંટડે ઘુંટડે પીધા છે અને હોઠોં પર હું, ખારાશ લઈ ઉભો છું તું જો નહિ હોય તો શ્વાસના પુર થંભી જશે હું સ્વપ્નમાં પણ તારો સહવાસ લઈ ઉભો છું એક એક ધડકન પર નામ તારું કોતર્યુ છે ને છાતીમાં પણ તારો, શ્વાસ લઈ ઉભો છું તારા સ્પર્શ માત્રથી અંતર મહેંકી ઉઠ્યુ છેઅને હૂં તારા સ્પર્શની સુવાસ લઈ ઉભો છું

ANONYMOUS

Thursday, July 26, 2007

યુગો પછી મળશે...


યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો સંભાળજે ઓ દિલ મારા! એ આવે છે. ગંભીરતા તો એને લગીરેય ગમતી નથી બની જા ઓ દિલ આવારા! એ આવે છે. ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથીનદી, સંકોચી લે ધારા! એ આવે છે.પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો? ચિંતા ન કરો સિતારા! એ આવે છે. ક્ષણ માટે આવશે ક્ષણમાં ચાલી જશે થંભી જાઓ પલકારા! એ આવે છે. પદરવ સાંભળતી વખતે ખલેલ ન જોઇએ કોઇબંધ થઇ જા ધબકારા! એ આવે છે.

ANONYMOUS

Tuesday, July 24, 2007

આભાર તારો




આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપીઅને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપીદુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છેઅને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપીકોઇપણ વાત કહી શકીયે છીએ એક્મેકનેમિત્રના દુઃખો દુર કરવાની કેવી સત્તા આપીનહિ છોડી શકીયે આ મિત્રતાને કોઇપણ કાળેઅમારા સંબંધમાં પ્રભુએ કેવી અખંડતા આપી"જીગર" અપુર્ણ હતો તમારી મિત્રતા વગરતમે બધાએ સાથે મળી કેવી પુર્ણતા આપી

ANONYMOUS

મીત્રતાનો મમૅ




મીત્રતાનો મમૅ મને હવે કંઇક સમજાય છે,
ભલે દૂર હોય ભેરુ, તોય સંગાથ થાય છે.

એક મીત એવો મળયો,જેની ઝાંખી કયારેક થાય છે,
સેકંઙૉ જોજન દુર હોવા છંતા,મન ત્યા ભેરવાય છે.

અચાનક એ શષવેરી(રાત)માં,ભેંટ કયાંક થાય છે,
એકબીજાને ઓળખવામા, સમય ખુટી જાય છે.

મન જે વીશ્વાસ ઝંખતો હતો,તે કયાકં દેખાય છે,
તે જ વીશ્વાસે ને વીશ્વાસે,ભાવનાઓ વહી જાય છે.

કયારેક દીવસે, કયારેક રાતે, કયારેક પરોઢીયે થાય છે,
વાટ જોવામાં એકબીજાની આતુરતા ડોકાય છે.

વખત આવયો ત્યા એ અંગતને,મળવા રાહ જોવાય છે.
શું કરીશ શું ન કરીશ વાત,તેમાં મન ગુંચવાય છે.

બસ કહેવાનું એક જ લીટીમાં,"જ્યારે મન ગુંચવાય છે,
સાદ કરીશ ને,એક જ સવ્ર્રમાં કયાંય તું ખચકાય તે?"

ANONYMOUS

Monday, July 16, 2007

કટી પતંગ........




એક કટી પતંગ ની જેમ હું ગગનમાં લથડાતો ચાલ્યો,કોઈ ટીખળ ના હાથમાં પકડાતો ચાલ્યો...જેમ કટી પતંગ પકડાઈ ને જુદા રંગના રંગીન દોરે ચડે છે,એમ હું જીવનના રંગ બદલાવતો ચાલ્યો...!!!
ANONYMOUS

Saturday, July 7, 2007

કોઇ નથી....


મારી સાથે છેવટ સુધી ચાલે એવું કોઇ નથી,
એક રસ્તો છે.

મારી સથે છેવટ સુધી બોલે એવું કોઇ નથી,
એક દર્પણ છે.

મારી સથે છેવટ સુધી ગાય એવુ કોઇ નથી,
એક મૌન જ છે.

મારી સથે છેવટ સુધી રુએ એવું કોઇ નથી,
આ આંખો છે.

મારી સાથે છેવત સુધી સૂવે એવું કોઇ નથી,
એકલતા છે.


-anonymous