Tuesday, October 14, 2008

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી
નદી જેમ ઉંચેથી પટકાઉ પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી
હતાં સાત પરદા થવા રૂબરુ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી

-ચીનુ મોદી

Monday, October 13, 2008

ખૂબ અંદરબહાર જીવ્યો છું

ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ, સૂર્યની પેઠે-આગમાં પુરબહાર જીવ્યો
છુંઆમ ‘ઘાયલ’ હું અદનો શાયર,
પણસર્વથા શાનદાર જીવ્યો છું
-ઘાયલ