Saturday, June 12, 2010

રિઝાવી લે તું મને

વીતી જતો સમય છું રિઝાવી લે તું મને
મહેમાન છું પળોનો નિભાવી લે તું મને.

મારા વિનાનું નામ તને પ્રાપ્ત કયાં થશે૵
ભૂતકાળ છું, ભવિષ્ય બનાવી લે તું મને

હું ક્યાં લગી ઊભો રહું દ્વારે ટકોરા દઈ,
યા હાથ દે, યા હાથ બતાવી લે તું મને

‘બ્રુટસ્’સમાન મિત્રોનો ઘેરાવ જોઈને,
દુશ્મનને કહી રહ્યો છું બચાવી લે તું મને.

એ શક્ય છે કે મારી પછી આંખ ના ખૂલે,
ખોળામાં માથું લઈને જગાવી લે તું મને.

જો અંત દુર્દશાનો નહો જિંદગી દુધી,
’અબ્બાસ’ની દુઆ છે ઉઠાવી લે તું મને

-ગુલામ અબ્બાસ’અબ્બાસ’

Posted in Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri, કવન, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર Tags: , , , , , , , , , , , , ,

Monday, June 7, 2010

પ્રભુ પંચાયતમાં બાળક

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.

તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?

આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?

મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?

રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?

બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?

- પ્રણવ પંડ્યા