Friday, August 24, 2007

ઉભો છું....

આંખોમાં એક અદ્મ્ય આશ લઈ ઉભો છું તું મળી જઈશ કદી, વિશ્વાસ લઈ ઉભો છું તું મારી થઈ ગઈ છતાં મારાથી દુર છે જાણે કે મધદરિયે હું, પ્યાસ લઈ ઉભો છું તારી યાદના આંસુઓ ઘુંટડે ઘુંટડે પીધા છે અને હોઠોં પર હું, ખારાશ લઈ ઉભો છું તું જો નહિ હોય તો શ્વાસના પુર થંભી જશે હું સ્વપ્નમાં પણ તારો સહવાસ લઈ ઉભો છું એક એક ધડકન પર નામ તારું કોતર્યુ છે ને છાતીમાં પણ તારો, શ્વાસ લઈ ઉભો છું તારા સ્પર્શ માત્રથી અંતર મહેંકી ઉઠ્યુ છેઅને હૂં તારા સ્પર્શની સુવાસ લઈ ઉભો છું

ANONYMOUS

No comments: